સચિને સેન્ચુરિયન પર ઐતિહાસિક પચાસમી સદી ફટકારી અને પછી કોઈ હરખ પદુડો ચેનલવાળો કેમેરા અને માઈક લઈને 'આપકો કૈસા લગતા હૈ' પૂછવા પહોચી ગયો! પણ સચિન જેનું નામ, કાયમની જેમ ભોય ભેગો સોરી ડાઉન ટુ અર્થ જ રહ્યો! ૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે - આ સચિન જ કહી શકે. પણ અમને ચિંતા એ વાતની છે કે જો બીજા સચીનનો વાદ લેવા માંડશે તો?

હવે જો કોમન વેલ્થ કિંગ કલમાડી એમ કહે કે રૂ ૬૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ એ મારા માટે માત્ર એક આકડો છે તો! પત્યું? આપણે તો નાહી જ નાખવાનું ને!
આવો જ જવાબ ૮૬ વર્ષ ની ઉમરે 'ચાર્જ શીટ' નામની વધુ એક ફ્લોપ ફિલ્મ ખેંચી કાઢનારા દેવ આનંદ પાસે થી મળે કે ૮૬ એ મારેં માટે એક આકડો જ છે.
લાલુજી ને ૯ બાળકો છે. હવે એમના માટે ૯ માત્ર એક આકડો હોઈ શકે પણ જો ભારતની જનતા જો એમનો વાદ લે તો! બાય ધ વે એક આડ વાત. અમે ગૂગલ પર લાલુજીનાં બાળકોના નામ માટે સર્ચ કર્યું તો અમને જવાબ મળ્યો No results found for 'Names of Laloo's Children'!!! લો બોલો, લાલૂજી ની આટલી બધી 'મહેનત'માં ગૂગલને કોઈ 'Result' જ દેખાતું નથી! અહી રાબડીજીની કેવી પરીક્ષા થઈ હશે એ કદાચ ગૂગલની ખ્યાલ બહાર ગયું લાગે છે!
હવે જો જો ગૂગલ ને લાલુજી નાં બાળકોના નામના ખબર ન હોય તો લાલૂજી ને પોતાને ખબર હોવાની શક્યતા કેટલી? ના ના આતો વાત થાય છે. કદાચ ગૂગલને પૂછો તો એ કહી દે કે ગમે તેની જાન માં જાનૈયા થઇ જતા તમારા મીડિયા માટે લાલૂ ખાસ હશે પણ અમારા માટે એ બસ એક 'નામ' છે!
કા કહત હો બબુઆ.....